પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશે સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા એટલે કે વૉકલ ફૉર લૉકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધવું પડશે. આજે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોમાં દેશવાસીઓએ સ્વદેશીની વાતને ભૂલવી ન જોઈએ.
પ્રધાનમંત્રીએ ચોમાસામાં પ્રાકૃતિક આપત્તિઓ દેશની પરીક્ષા લઈ રહી રહી હોવાનું જણાવતા તેની પર દુઃખ વ્યક્ત કર્યું. શ્રી મોદીએ તહેવારોના આનંદમાં સ્વચ્છતા પર ભાર આપવા પણ જણાવ્યું. તેમણે “એક ભારત—શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને દેશના વિકાસ માટે જરૂરી ગણાવી. શ્રી મોદીએ ડિજિટલ ઍપ પ્રતિભા સેતુની ચર્ચા કરી.
શ્રી મોદીએ દેશ માટે જીવનું બલિદાન આપનારા જવાનોની માહિતી એકત્રિત કરનારા સુરતના સુરક્ષાકર્મી જિતેન્દ્રસિંહ રાઠોડનો ઉલ્લેખ કરતાં તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી.
શ્રી મોદીએ વર્ષ 1947માં હૈદરાબાદની ઘટના અંગે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ઑડિયો રેકૉર્ડિંગ રજૂ કરતા કહ્યું, આવતા મહિને દેશ હૈદરાબાદ મુક્તિ દિવસ ઉજવશે અને ઑપરેશન પૉલોમાં ભાગ લેનારા તમામ બહાદુરોના સાહસને યાદ કરશે.
શ્રી મોદીએ 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવનારા ઇજનેર દિવસ તેમજ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતીનો ઉલ્લેખ કર્યો.
Site Admin | ઓગસ્ટ 31, 2025 7:03 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા લોકોને અપીલ કરી.
