ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2025 2:16 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા,, આત્મનિર્ભર ભારત અને વિકાસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવ હાકલ કરી.
આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોની મોસમ દરમિયાન મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બનેલી હોય અથવા ભારતીય સામગ્રીથી તૈયાર કરાઈ હોય તેવી ભેટ સોગાદોનો ઉપયોગ કરવો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જો તહેવારોની ઉજવણી દરમિયાન સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો ઉત્સાહ વધુ વધે છે. તેમણે કહ્યું કે દેશના વિકાસ માટે રમતગમતની ભૂમિકા મહત્વની ગણાવી. શ્રી મોદીએ કહ્યું કે જે રમે છે તે ખીલે છે. તેમણે શ્રીનગરમાં યોજાયેલા પ્રથમ ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલની ચર્ચા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આફતો દેશ માટે કસોટીનો સમય છે. છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન, પૂર અને ભૂસ્ખલનથી દેશમાં ભારે વિનાશ થયો છે. શ્રી મોદીએ કહ્યું કે જ્યાં પણ આફત આવી છે, ત્યાં રાષ્ટ્રીય, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળ, અન્ય સુરક્ષા દળો – બધાએ જીવન બચાવવા માટે દિવસ-રાત કામ કર્યું છે. તેમણે દરેક નાગરિકનો આભાર વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ ડિજિટલ એપ પ્રતિભા સેતુ વિશે વાત કરી, જે UPSC પરીક્ષાના દરેક તબક્કામાં પાસ થયેલા પરંતુ અંતિમ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવારોનો ડેટા સંગ્રહિત કરે છે.
પ્રધાનમંત્રીએ સુરતમાં રહેતા જીતેન્દ્રસિંહ રાઠોડ વિશે ગર્વભેર વાત કરી.
જીતેન્દ્રસિંહ રાઠોડ એક સિક્યુરીટી ગાર્ડ છે. વિતેલા કેટલાક વર્ષોથી તેઓ એવા તમામ જવાનો વિશે માહીતી એકઠી કરે છે, જેમણે ભારતમાતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. આજે તેમની પાસે પહેલા વિશ્વયુદ્ધથી લઇને અત્યારસુધી શહીદથયેલા હજ્જારો વીર જવાનો વિશે જાણકારી ઉપલબ્ધ છે. જીતેન્દ્રસિંહનું જીવન આપણને દેશભક્તિનો વાસ્તવિક ઉપદેશ આપે છે. પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે, સૌર ઊર્જાના કારણે ખેડૂતોની જિંદગી બદલાઈ છે.