પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન SCO શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી.
શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચેનો સહયોગ સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ મોકળો કરશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત પરસ્પર વિશ્વાસ, આદર સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રી સંગઠનના અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. શ્રી મોદી સંગઠનના સભ્ય દેશોના રાજ્ય અને સરકારના વડાઓના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં પણ હાજરી આપશે. ભારત 2017 થી સંગઠનનું સભ્ય છે. 2022-23 માં, ભારત આ સંગઠનના દેશોના વડાઓની પરિષદનું પ્રમુખ હતું.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં 10 સભ્ય દેશો છે. જેમાં બેલારુસ, ચીન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ સંગઠનમાં ઘણા સંવાદ ભાગીદાર દેશો અને નિરીક્ષક દેશોનો પણ સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 31, 2025 2:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનમાં SCO શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી.