ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2025 7:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મા SCO સમિટમાં ભાગ લેવા ચીનના તિયાનજિન પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મા શાંઘાઈ સહયોગ સંગઠન – SCO સમિટમાં ભાગ લેવા માટે આજે ચીનના તિયાનજિન પહોંચ્યા છે. બે દિવસીય સમિટ આવતીકાલથી શરૂ થશે. સમિટ દરમિયાન, શ્રી મોદી વૈશ્વિક નેતાઓને મળશે અને પ્રાદેશિક સુરક્ષા, કનેક્ટિવિટી, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમિટમાં, છેલ્લા 25 વર્ષમાં સંગઠનની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવશે અને આગામી 10 વર્ષ માટેની કાર્યયોજના બનાવવામાં આવશે.
ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠનનું આયોજન પાંચમી વખત થઈ રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ કાર્યવાહીનું નેતૃત્વ કરશે. 20 થી વધુ રાષ્ટ્રપ્રમુખો અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનો સમિટમાં હાજર રહેશે તેવી શક્યતા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમિટમાં હાજરી આપનારા અગ્રણી નેતાઓમાં સામેલ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.