પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યોમાં તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપી હતી. શિખર સંમેલન દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા કરી હતી અને ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
વાર્ષિક સમિટમાં ભાગ લીધા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને જાપાને આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
શ્રી મોદીએ કહ્યું કે ભારત જાપાન ભાગીદારી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે આવશ્યક છે.
તેમણે ઉમેર્યું કે ભારત જાપાન ગ્રીન ભાગીદારી આર્થિક ભાગીદારી જેટલી જ મજબૂત છે.
જાપાનના પ્રધાનમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું કે ભારત નવીનતાઓ દ્વારા સમગ્ર વિશ્વમાં પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે પૂરક અને પરસ્પર સંબંધો રાખવાથી ભારત અને જાપાન બંને માટે ફાયદાકારક છે.
આ પ્રસંગે ભારત અને જાપાને અનેક કરારોનું પણ આદાન-પ્રદાન કર્યું.
અગાઉ, શ્રી મોદીએ સ્પીકર ફુકુશિરો નુકાગા અને જાપાનના સંસદ સભ્યોના જૂથ સાથે મુલાકાત કરી.
જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ યોશીહિદે સુગા અને ફુમિયો કિશિદાએ પણ શ્રી મોદી સાથે મુલાકાત કરી.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં કહ્યું કે, ભારત-જાપાન ભાગીદારી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે જરૂરી.
