ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 29, 2025 8:36 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પહોચ્યા – આજે ટોક્યોમાં 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાનના ટોક્યોમાં 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે.શ્રી મોદી આજે સવારે જાપાનની બે દિવસની સત્તાવાર મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા. આ શિખર સંમેલન દરમિયાન, બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને છેલ્લા 11 વર્ષોમાં સતત વિકસતા ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે.જાપાનની મુલાકાત બાદ શ્રી મોદી તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. ભારત, SCOનો સભ્ય દેશ તરીકે તે અનેક પડકારોનો સામનો કરવા અને પ્રાદેશિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે SCO સભ્યો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું શ્રી મોદીએ જણાવ્યુ..