પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-મા ભારત—જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે. પ્રધાનમંત્રીનો જાપાનનો આઠમો પ્રવાસ હશે. જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે. વિદશ મંત્રાલયે જણાવ્યું, આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દેશ વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. તેમાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થવ્યવસ્થા, ટૅક્નોલૉજી અને નવિનતા તેમજ પરસ્પર સહકાર સામેલ છે.
બંને પ્રધાનમંત્રી પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. આ પ્રવાસ બંને દેશ વચ્ચે લાંબા સમયથી રહેલા પરસ્પર સંબંધને વધુ મજબૂત બનાવશે.
જાપાનના પ્રવાસ બાદ શ્રી મોદી ચીન જશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિમંત્રણ પર 31 ઑગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી તિયાનજિન ખાતે યોજાનારા શાંઘાઈ સહકાર સંગઠન- S.C.O. શિખર સંમેલનમાં ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:59 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે
