પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાતની વિગતો જાહેર કરી હતી.ચીનમાં, પ્રધાનમંત્રી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠનની 25મી રાજ્ય વડાઓની પરિષદની બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તન્મય લાલે પ્રધાનમંત્રી મોદીની આગામી ચીન મુલાકાત વિશે મીડિયાને માહિતી આપી.
Site Admin | ઓગસ્ટ 27, 2025 8:51 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે
