ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 26, 2025 2:33 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં ભારતમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રીક વાહન ઇ-વિટારાને લીલીઝંડી બતાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં અમદાવાદના હંસલપુર ખાતે ભારતમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રીક વાહન ઇ-વિટારાને લીલીઝંડી બતાવી. આ વાહનોનો યુરોપ અને જાપાન જેવા મુખ્ય બજાર સહિત 100થી વધુ દેશમાં નિકાસ કરાશે. શ્રી મોદીએ અમદાવાદના હંસલપુરમાં સુઝૂકી મૉટરના પ્લાન્ટમાં પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું.
સ્વચ્છ ઊર્જામાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવતા પ્રધાનમંત્રીએ હંસલપુર આધારિત TDS લિથિયમ આયન બૅટરી પ્લાન્ટમાં હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆતની સાથે ભારતના બૅટરી તંત્રના નવા તબક્કાનો શુભારંભ કરાવ્યો. આ પ્લાન્ટ તોશિબા, ડૅન્સો અને સુઝૂકીનંન સંયુક્ત ઉપક્રમ છે. તેનાથી સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઊર્જામાં નવિનતાને બળ મળશે. 80 ટકાથી વધુ બૅટરીનું નિર્માણ હવે દેશમાં જ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.