ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 25, 2025 7:28 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યમીઓનું હિત દેશ માટે સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના દબાણમાં દેશનાં ખેડૂતોનું અહિત નહીં થવા દેવાય. આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરને સેનાના શૌર્ય અને સુદર્શન ચક્રધારી ભગવાન શ્રીકૃણની ઇચ્છાશક્તિનું પ્રતીક ગણાવ્યું.

શ્રી મોદીએ કહ્યું ગુજરાત બે મોહનની ધરતી છે, સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ અને ચરખાધારી મહાત્મા ગાંધીની.

આ પ્રસંગે સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રીની આગેવાનીમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા દરેક ગુજરાતી ફાળો આપશે તેવી મુખ્યમંત્રીએ ખાતરી પણ આપી. અગાઉ શ્રી મોદી અમદાવાદ હવાઈમથકે પહોંચ્યા ત્યારે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ શ્રી મોદીએ નિકોલ સભાસ્થળ સુધી રોડ શો યોજ્યો જેમાં શ્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.