પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે. તેઓ આજે સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદના નિકોલમાં ખોડલધામ મેદાનમાં જનસભા પણ સંબોધશે. સત્તાવાર યાદી મુજબ, શ્રી મોદી હરિદર્શન સર્કલથી રોડ શૉ યોજી સભાસ્થળ પર પહોંચશે.પ્રવાસના બીજા દિવસે આવતીકાલે શ્રી મોદી અમદાવાદના હંસલપુરથી હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક એકમ અને 100 દેશ માટે બૅટરી વિદ્યુત વાહન નિકાસનો પ્રારંભ કરાવશે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 7:40 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે – સાંજે અમદાવાદમાં પાંચ હજાર 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
