ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2025 8:37 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યોથી ભરેલા છે. ગઈકાલે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે..પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી મહત્વપૂર્ણ તકનીકોમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણા વૈજ્ઞાનિકોના સમર્પિત પ્રયાસોથી, ભારત ખૂબ જ ટૂંક સમયમાં ગગનયાન મિશન લોન્ચ કરશે અને આગામી વર્ષોમાં પોતાનું અવકાશ મથક બનાવશે. શ્રી મોદીએ યુવા નાગરિકોને ભારતના ‘અવકાશયાત્રી કોર્પ્સ’માં જોડાવા અને દેશની આકાંક્ષાઓને પાંખો આપવામાં મદદ કરવા માટે પણ આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રીએ ખાનગી ક્ષેત્રને આગામી પાંચ વર્ષમાં પાંચ અવકાશ યુનિકોર્ન બનાવવા માટે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.