પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદને અંદાજે બે હજાર 267 કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે. આ પરિયોજના હેઠળ અંદાજે એક હજાર 624 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ છ માર્ગીય બનાવાશે. જ્યારે દક્ષિણ—પશ્ચિમ ઝૉનમાં નાનું રમતગમત સંકુલ બનાવાશે.
શ્રી મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ 281 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ G.U.D.A. દ્વારા 38 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 8:34 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે
