પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખથી જાપાન અને ચીનના ચાર દિવસના પ્રવાસે જશે. શ્રી મોદી 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેવા માટે 29 થી 30 ઓગસ્ટ સુધી જાપાનની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રી મોદીની જાપાનની આઠમી મુલાકાત હશે અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથેની પહેલી શિખર પરિષદ હશે.તેમની મુલાકાતના બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી મોદી 31 ઓગસ્ટથી આવતા મહિનાની 1લી તારીખ સુધી ચીનની યાત્રા કરશે અને તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર પરિષદમાં ભાગ લેશે. શિખર પરિષદ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અનેક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે. ભારત 2017થી SCOનું સભ્ય છે. તેણે 2022-23 દરમિયાન SCOના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:24 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખથી જાપાન અને ચીનના ચાર દિવસના પ્રવાસે જશે
