ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસે જશે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતાં વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજૂમદારે કહ્યું હતું કે, અત્યારસુધીમાં ભારતીય પ્રધાનમંત્રીની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 40 વર્ષ થતાં શ્રી મોદી બ્રુનેઇ જઈ રહ્યાં છે.
શ્રી મજૂમદારે કહ્યું, ભારતની ‘એક્ટ ઇસ્ટ’ પૉલિસી અને તેના ઇન્ડો-પેસિફિક લક્ષ્યમાં બ્રુનેઈ એ ભારતનું મહત્વનું ભાગીદાર છે. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ છ વર્ષ બાદ ચોથી અને પાંચમી સપ્ટેમ્બરે સિંગાપોર જશે.