ઓગસ્ટ 22, 2025 8:11 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 5 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાપર્ણ અને ખાતમુર્હુત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં 5200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, કોલકાતા ભારતના ઇતિહાસ અને ભવિષ્ય બંનેમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એક સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, જેમ જેમ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ દમદમ અને કોલકાતા મુખ્ય શહેરોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે નોંધ્યું કે 2014 પહેલા, દેશમાં ફક્ત 250 કિલોમીટર મેટ્રો રૂટ હતા, જે હવે 1,000 કિલોમીટરથી વધુ થઈ ગયા છે.
અગાઉ, બિહારના ગયા ખાતે 12 હજાર કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યાપછી બોલતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની સંરક્ષણ વ્યૂહરચનામાં એક નવી રેખા દોરી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં આતંકવાદીઓને મોકલ્યા પછી અથવા હુમલાઓનું આયોજન કર્યા પછી કોઈ પણ છટકી શકતું નથી. તેમણે ટિપ્પણી કરી કે જો આતંકવાદીઓ પૃથ્વીના ઊંડાણમાં છુપાઈ જાયતો પણ, ભારતની મિસાઈલો તેમને ત્યાં દફનાવી દેશે.