પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઑગસ્ટે અમદાવાદના પ્રવાસે છે. તેમના સ્વાગત માટે નિકોલમાં ખોડલધામ મેદાનમાં વિશાળ શમીયાણો બાંધવામાં આવ્યો છે. તેમજ શહેરના વિવિધ વિસ્તાર અને બ્રિજને શણગારવામાં આવશે.
સત્તાવાર યાદી મુજબ, 25 અને 26 ઑગસ્ટે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વિવિધ વિભાગ હેઠળ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.