ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2025 7:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં, બંને નેતાઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર વિચારોનં આદાન-પ્રદાન કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેમાં ઉમેર્યું હતું કે નેતાઓએ વેપાર, સંરક્ષણ, નાગરિક પરમાણુ સહયોગ, ટેકનોલોજી અને ઉર્જા સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ એજન્ડામાં પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ મેક્રોને ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે પણ સમર્થન આપ્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.