N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા, કિરેન રિજિજુ અને N.D.A.ના સાથી પક્ષોના નેતાઓ, ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરતા પહેલા, સી.પી. રાધાકૃષ્ણને સંસદ ભવનના સંકુલમાં પ્રેરણા સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી, જ્યાં ભારતના પ્રખ્યાત નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓ છે. તેમણે પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ નમન કર્યું અને પછી અન્ય પ્રખ્યાત હસ્તીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ઉપરાષ્ટ્રપતિ પદની 9મી યોજાનારી ચૂંટણી માટેની ઉમેદવારી પત્રો ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે અને ત્યારબાદ 22 તારીખે ઉમેદવારોની ચકાસણી થશે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 2:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ઉમેદવારીપત્ર ભર્યું.
