પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખે બિહારના ગયામાં આન્ટા – સિમરિયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેકટમાં ગંગા નદી પર લગભગ બે કિલોમીટર લાંબો પુલ બનવાયો છે જે પટના જિલ્લાના મોકામા અને બેગુસરાયને જોડશે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય, અનિલ ચૌધરીએ આ પુલ જૂના 2-લેન, રેલ-કમ-રોડ પુલ ‘રાજેન્દ્ર સેતુ’ ની સમાંતર બનાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે નવો પુલ ઉત્તર બિહાર અને દક્ષિણ બિહારના પ્રદેશો વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનો માટે વધારાનું અંતર 100 કિલોમીટર સુધી ઘટાડશે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ભારે વાહનો માટે મુસાફરીને સરળ અને ઝડપી બનાવશે જેનાથી ઇંધણ અને વાહન સંચાલન ખર્ચમાં બચત થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2017 માં પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે સમગ્ર બિહારમાં કનેક્ટિવિટી વધારવા અને પ્રાદેશિક વિકાસને ટેકો આપવા માટે એક પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત હતી.
Site Admin | ઓગસ્ટ 20, 2025 8:42 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખે બિહારના ગયામાં આન્ટા – સિમરિયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
