ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રધાનમંત્રીને તેમના સભ્યપદનું નવું પ્રમાણપત્ર આપતાં જ આ અભિયાનનો પ્રારંભથશે. ભાજપના તમામ વર્તમાન સભ્યોએ પોતાનું સભ્યપદ ફરી લેવું પડશે. પાર્ટીના સંવિધાન અનુસાર, દર પાંચથી છ વર્ષ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થનારું ભાજપનું આઅભિયાન 10 નવેમ્બર સુધી વિવિધ તબક્કામાં પૂર્ણ થશે. જ્યારે પહેલા તબક્કો 25 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લોકો મિસ્ડ-કૉલ આપીને અથવા પાર્ટીની વેબસાઈટ પર અથવા અન્ય ડિજિટલ માધ્યમોથી સભ્યપદ લઈ શકે છે.