પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાત અંગે સમજ શેર કરવા બદલ પુતિનનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારતે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે સતત હાકલ કરી છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે સતત વાતચીતની રાહ જોઈ રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત કરી
