ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2025 7:48 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂક્યો – લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂકતા લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો પર વિશ્વાસ કરવા અને ખરીદવા વિનંતી કરી. આજે નવી દિલ્હીમાં 11 હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે દેશને મજબૂત બનાવવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે, આપણે ચરખાધારી મોહન દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આગામી પેઢીના GST સુધારાઓ દેશવાસીઓને બેવડા લાભ લાવશે.

શ્રી મોદીએ કહ્યું કે દ્વારકા એક્સપ્રેસવે અને અર્બન એક્સટેન્શન રોડ-2 ના દિલ્હી સેક્શનનું ઉદ્ઘાટન NCR માં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે.

શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર માટે, સુધારાનો અર્થ સુશાસનનો વિસ્તરણ છે. તેમણે કહ્યું કે તેમની સરકારનો સતત પ્રયાસ લોકોના જીવનને સરળ બનાવવાનો છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ ધ્યેય દરેક નીતિ અને દરેક નિર્ણયને માર્ગદર્શન આપે છે.

આ પ્રસંગે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીવાસીઓ વતી વડા પ્રધાન મોદીનો આભાર માન્યો અને કહ્યું કે તેમણે લોકોના ઉત્થાન માટે અથાક મહેનત કરી છે.