પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત છે, અને ઉદ્દઘાટન કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં દ્વારકા ઍક્સપ્રેસના દિલ્હી ખંડ અને શહેરી વિસ્તાર માર્ગ-2 સામેલ છે. આ પ્રસંગે શ્રી મોદી જનસભાને પણ સંબોધિત કરશે.
આ પહેલા પ્રધાનમંત્રીએ પરિયોજના સંબંધિત પ્રદર્શન નિહાળ્યું. ત્યારબાદ રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું.
ઉલ્લેખનીય છે કે, આ પરિયોજનાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિક ઘટાડવા તૈયાર કરવામાં આવી છે. તેનાથી દિલ્હીમાં અવરજવર સરળ થશે અને પ્રવાસનો સમય ઘટશે. દ્વારકા ઍક્સપ્રેસ-વેના 10 કિલોમીટરથી લાંબા દિલ્હી ખંડને અંદાજે પાંચ હજાર 300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. તેનાથી યશોભૂમિ, દિલ્હી મૅટ્રોની બ્લૂ અને ઑરેન્જ લાઈન્સ, આગામી બિજવાસન રેલવેમથક તથા દ્વારકા ઘટક બસ ડેપો વચ્ચેની અવરજવર પણ સરળ થશે.
શહેરી વિસ્તારને માર્ગ-2 હેઠળ અલિપુરથી ઢિંચાવ કલાંને બહાદુરગઢ અને સોનીપતથી જોડવામાં આવ્યો છે. આ ખંડનું નિર્માણ પાંચ હજાર 580 કરોડ રૂપિયાના ખર્ચે કરાયું છે. તેનાથી દિલ્હીના અંદર અને બહારના રિંગ રોડની સાથે મુકરબા ચોક, ધૌલા કુઆં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નવ વચ્ચે અવરજવર સરળ બનશે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 2:41 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન.
