પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં લગભગ 11 હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી સેક્શન અને અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II)નો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં ભીડ ઓછી કરવા માટે સરકારની વ્યાપક યોજના હેઠળ વિકસાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીમાં ઘણો સુધારો કરવાનો, મુસાફરીનો સમય ઘટાડવાનો અને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ઘટાડવાનો છે. આ પ્રસંગે, શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
