પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરી સામે ચેતવણી આપી તેને દેશની વસતિ માટે ખતરો ગણાવી છે. સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં, શ્રી મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરી દ્વારા ઉભા થતા જોખમોથી દેશને બચાવવા માટે એક ઉચ્ચ સ્તરીય વસતિ વિષયક મિશનની જાહેરાત કરી હતી.
શ્રી મોદીએ કહ્યું કે, તેઓ દેશને આ ચિંતા વિશે ચેતવણી આપવા માંગે છે, જે હવે એક પડકાર બની ગઈ છે. તેમણે કહ્યું કે, એક સુનિયોજીત ષડયંત્ર હેઠળ, દેશની વસતિ વિષયક સ્થિતિ બદલી નવા સંકટના બીજ વાવવામાં આવી રહ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યુ, ઘુસણખોરો દેશના યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોમાં વસતિ વિષયક પરિવર્તન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.
Site Admin | ઓગસ્ટ 16, 2025 2:21 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરીને દેશની વસતિ માટે ખતરો ગણાવી
