ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2025 1:38 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પર ધ્વજવંદન કરી દેશવાસીઓને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલકિલ્લાની પ્રાચિરથી દેશવાસીઓને સંબોધિત કર્યા. શરૂઆતમાં તેમણે કહ્યું, સ્વતંત્રતાનો આ પર્વ 140 કરોડ લોકોના સંકલ્પનો પર્વ છે. તેમણે દેશને દિશા અને માર્ગ બતાવનારા બંધારણના ઘડવૈયાઓને નમન કર્યું. શ્રી મોદીએ કહ્યું, 15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચિરથી ઑપરેશન સિંદૂરના વીર જવાનોને સલામી આપવાની તેમને તક મળી છે.
ભારત ન્યૂક્લિયર ધમકીઓથી નહીં ડરે તેમ પણ શ્રી મોદીએ ઉમેર્યું.
શ્રી મોદીએ સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થતાં 140 કરોડ ભારતીય વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. તેમણે તેલ અને ગેસના ભંડાર શોધવા અગ્રતાક્રમે કામ થઈ રહ્યું છે. આ માટે નૅશનલ ડીપ વૉટર ઍક્સ્પ્લોરૅશન મિશનની જાહેરાત કરી.
શ્રી મોદીએ આજથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના લાગૂ કરવાની પણ જાહેરાત કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું, આ દિવાળીએ દેશવાસીઓને મોટી ભેટ મળવાની છે. તેમણે કહ્યું, તેઓ આગામી પેઢી માટે વસ્તુ અને સેવા કર- GST સુધારા લઈને આવી રહ્યા છે.
શ્રી મોદીએ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવીને મિશન સુદર્શન ચક્ર શરૂ કરવાની પણ જાહેરાત કરી.
પ્રધાનમંત્રીએ ઊર્જા ક્ષેત્રમાં ભારતે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ કહ્યું, આ વર્ષના અંત સુધીમાં ભારતમાં બનેલી સેમિ—કન્ડક્ટર ચિપ બજારમાં ઉપલબ્ધ થશે.