પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલીફોન પર વાત કરી. શ્રી મોદીએ તાજેતરના વિકાસ પર શ્રી ઝેલેન્સકીના મંતવ્યો સાંભળ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું તેમણે શ્રી ઝેલેન્સકીને સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત અંગે ભારતની નીતિ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:35 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી સાથે ટેલીફોન પર વાત કરીને મજબૂત સબંધો અંગે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી
