પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના એક દિવસના પ્રવાસે છે. શ્રી મોદી બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન ખાતેથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. જેમાં બેંગલુરુથી બેલગાવી, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે.ત્યારબાદ પ્રધાનમંત્રી બેંગલુરુ મેટ્રોની યલો લાઇનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી આર.વી. રોડ, રાગીગુડ્ડાથી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરશે. બેંગલુરુમાં શહેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા પછી તેઓ એક જાહેરસભાને પણ સંબોધિત કરશે. આ દરમિયાન શ્રી મોદી 15 હજાર 610 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે.પ્રોજેક્ટની કુલ લંબાઈ 44 કિમીથી વધુ હશે અને તેમાં 31 એલિવેટેડ સ્ટેશન હશે.
Site Admin | ઓગસ્ટ 10, 2025 8:32 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક ખાતેથી ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે
