ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 9, 2025 8:06 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકમાં બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટકના એક દિવસના પ્રવાસે જશે. શ્રી મોદી બેંગલુરુના કેએસઆર રેલ્વે સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આમાં બેંગલુરુથી બેલગામ, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે સુધીની ટ્રેનોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી ત્યારબાદ બેંગલુરુ મેટ્રોની યલો લાઇનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી આર.વી. રોડ, રાગીગુડ્ડાથી ઇલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી પણ કરશે. તેઓ બેંગલુરુમાં શહેરી કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા પછી એક જાહેર સભા સંબોધશે. આ દરમિયાન, શ્રી મોદી 15 હજાર 610 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બેંગલુરુ મેટ્રો પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 44 કિલોમીટરથી વધુ હશે અને તેમાં 31 એલિવેટેડ સ્ટેશન હશે.