પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. આજે નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ કહ્યું હતું. તેમણે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે આજે ભારત દૂધ, કઠોળ અને શણનો વિશ્વનો નંબર એક ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે, ડૉ. સ્વામિનાથને ભારતને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે ડૉ. સ્વામિનાથનના વિચારો અને અભિગમ આજે પણ ભારતના કૃષિ ક્ષેત્રમાં દેખાય છે. તેમણે આબોહવા-સ્થિતિસ્થાપક પાકોની શક્ય તેટલી વધુ જાતો વિકસાવવા અને ગરમી-પ્રતિરોધક પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીશ્રી મોદીએ છેલ્લા દસ વર્ષમાં, હાથવણાટ ક્ષેત્રને દેશભરમાં એક નવી ઓળખ અને શક્તિ મળી હોવા ઉપર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓગસ્ટ 7, 2025 1:41 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે