પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગદ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેનોમાંમેરઠ-લખનઉ, મદુરાઇ-બેંગલુરુ અનેચેન્નાઇ-નાગરકોઇલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, આજે ઉત્તરથી દક્ષિણ સુધી, દેશની વિકાસ યાત્રામાં નવુંપ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, વંદે ભારત ટ્રેનોના વિસ્તરણથી દેશ ધીમે ધીમે વિક્સિતભારત તરફ આગળ વધી રહ્યો છે. આ ત્રણ નવી વંદે ભારત ટ્રેનો મહત્વનાં અને ઐતિહાસિકશહેરોને જોડશે. તેમણે જણાવ્યું કે, મંદિરોનું શહેર મદુરાઇ હવે આઇટી શહેર બેંગલુરુ સાથેજોડાશે. વંદે ભારત આધુનિક રેલવેઝનો નવોચહેરો છે. તેમણે જણાવ્યું કે, દરેક રૂટ પર વંદે ભારત શરૂ કરવાની માંગ છે. આ સાથે દેશમાં કુલ 102 વંદે ભારતટ્રેન ચાલી રહી છે. હાઇ-સ્પીડ ટ્રેન શરૂ થવાથી લોકોને પોતાનો રોજગાર અને વેપારવધારવાનો વિશ્વાસ મળે છે. શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતનાં રેલવે સ્ટેશનોમાં પરિવર્તન આવી રહ્યું છે અનેનાના સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. તેમણેવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્થાનિક માળખાકીય સુવિધાઓ વધવાથી ગરીબોનું સશક્તિકરણથશે અને ગરીબી નાબૂદ થશે.આ અંગે શ્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 31, 2024 8:08 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગદ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો.
