ઓગસ્ટ 6, 2025 8:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન-3ના ઉદ્ઘાટન બાદ એક જાહેર કાર્યક્રમને સંબોધતા શ્રી મોદી કહ્યું, કર્તવ્ય ભવન માત્ર એક ઇમારત નથી તે કરોડો દેશવાસીઓના સપનાને સાકાર કરવાની તપોભૂમિ છે. તેમણે ઉમેર્યું દેશનો કોઈ પણ વિસ્તાર આજે વિકાસની ધારાથી વંચિત નથી.
અગાઉ શ્રી મોદીએ કર્તવ્ય ભવન-3ના ઉદ્ઘાટન બાદ બાંધકામ કામદારો સાથે પણ વાતચીત કરી અને ભવનને આકાર આપવામાં તેમની મહેનત અને નિશ્ચય બદલ તેમની પ્રશંસા કરી. કર્તવ્ય ભવન-3 સેન્ટ્રલ વિસ્ટાના વ્યાપક પરિવર્તનનો એક ભાગ છે.