પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું છે.કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ઇમારત ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓ અને શાસનને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવનારી કેન્દ્રીય સચિવાલયની પ્રથમ ઇમારત છે.આ પ્રસંગે, શ્રી મોદી સાંજે એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કર્તવ્ય ભવન બનાવવાનો હેતુ વિવિધ મંત્રાલયો અને વિભાગોને એકસાથે લાવીને કાર્યક્ષમતા, નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ એક આધુનિક કાર્યાલય સંકુલ છે, જે લગભગ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઇમારત આધુનિક, કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની એક મોટી સિદ્ધિ સાબિત થશે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અત્યંત આધુનિક સુવિધાથી સજજ કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું
