ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 4, 2025 8:18 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચાને ‘એક મહિનામાં નાગરિક જોડાણ મંચ પર સૌથી વધુ લોકોએ નોંધણી કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ MyGov મંચ પર આયોજિત કાર્યક્રમના આઠમા સંસ્કરણ દરમિયાન ત્રણ કરોડ 53 લાખ નોંધણીઓ સાથે થયેલી સિદ્ધિનો પુરાવો છે.
પરીક્ષા પે ચર્ચા એ શ્રી મોદી દ્વારા કલ્પના અને નેતૃત્વ હેઠળનું એક અનોખું મંચ છે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધો વાર્તાલાપ કરે છે. આજે નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં સત્તાવાર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તણાવને શિક્ષણના ઉત્સવમાં ફેરવીને પરીક્ષાના રાષ્ટ્રીય અભિગમ તરીકે પરીક્ષા પે ચર્ચાને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે.
આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે “પરીક્ષા પે ચર્ચા” ને એક અનોખી પહેલ ગણાવી જેણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સુખાકારી અને તણાવમુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એકસાથે લાવ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.