પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20-મો હપ્તો જાહેર કર્યો, જેમાં રાજ્યના 52 લાખ 16 હજારથી વધુ ખેડૂત પરિવારને એક હજાર 118 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જ તેમના ખાતામાં જમા કરાવવામાં આવી. રાજ્યના ત્રણ લાખથી વધુ ખેડૂતોને વર્ચ્યૂઅલ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ યોજના ખેડૂતોના વિકાસ માટે સરકારી પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, આ યોજનાની ન્યાયી અને પારદર્શક પદ્ધતિના કારણે ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. તેમણે વિકસિત ગુજરાત માટે વિકસિત ખેતીના નિર્માણ માટે ખેડૂતોને આહ્વાન કર્યું.
Site Admin | ઓગસ્ટ 2, 2025 7:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM કિસાન યોજનાનો 20-મો હપ્તો જાહેર કરતાં રાજ્યના 52 લાખથી વધુ ખેડૂતોને સહાય મળી