પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 20મો હપ્તો બહાર પાડ્યો છે. આ હપ્તામાં 9 કરોડ 70 લાખથી વધુ ખેડૂતોને 20,500 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર વારાણસી આવ્યો છે અને તેમણે ઉમેર્યું કે પહલગામ આતંકવાદી હુમલા બાદ દિકરીઓને જે વચન આપ્યું હતું તે પુરુ કર્યું છે.
પીએમ કિસાન યોજનાનો 20 હપ્તો જાહેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યં હતુકે દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના કારણે વધુ સમૃદ્ધ થયાં છે.
વારાણસી વિસ્તાર માટે બે હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું કે, વારાણસીમાં વિકાસ માટેની રકમની અવિરત ધારા વહી રહી છે.
Site Admin | ઓગસ્ટ 2, 2025 1:36 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા પીએમ કિસાન સન્માન નિધિના 20 હપ્તામાં 9 કરોડ 70 લાખ ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ જમા કરાવ્યા
