ઓગસ્ટ 2, 2025 9:13 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતેથી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીસમો હપ્તો છૂટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતેથી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીસમો હપ્તો છૂટો કરશે. શ્રી મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે અને લગભગ બે હજાર 200 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે શ્રી મોદી એક જાહેરસભાને પણ સંબોધિત કરશે.