ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 9:26 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જિલ્લા સ્તરના ન્યાયિક અધિકારીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન કરશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સમ્મેલનમાં માળખાકીય સુવિધા, સમાવેશી અદાલત રૂમ, ન્યાયિક સુરક્ષા, કેસ સંચાલન અને તાલીમ સહિતના જિલ્લા ન્યાયતંત્રના મુદ્દાઓ પર પાંચ સત્રો હશે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ, કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલ અને એટર્ની જનરલ પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ