લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ખાસ ચર્ચાનો જવાબ આપતા,
શ્રી મોદીએ કહ્યું કે, ભારતે ઓપરેશન દરમિયાન પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે વિશ્વને બતાવ્યું કે તે પાકિસ્તાનના પરમાણુ ધમકીઓ સામે ઝૂકશે નહીં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોઈ પણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવા કહ્યું નથી. શ્રી મોદીની આ ટિપ્પણી વિપક્ષ દ્વારા અમેરિકાના દબાણ હેઠળ પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પર સંમતિ આપવાના આરોપ વચ્ચે આવી છે.
શ્રી મોદીએ કહ્યું કે, અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથેની વાતચીત દરમિયાન, ભારતે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે કે જો પાકિસ્તાન હુમલો કરશે, તો ભારત મોટો હુમલો કરીને જવાબ આપશે. શ્રી મોદીએ કોંગ્રેસ પર ઓપરેશન સિંદૂર પર દેશને ટેકો ન આપવાનો આરોપ મૂક્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તપાસના ભાગ રૂપે, સશસ્ત્ર દળોએ પીડિતોના પરિવાર સાથે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસી સહિત એક હજારથી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. માહિતીના આધારે, સંયુક્ત સ્કેચ તૈયાર કર્યાં બાદ 22 જૂને, આતંકવાદીઓને આશ્રય આપનારા બે વ્યક્તિઓ, બશીર અને પરવેઝની ઓળખ કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે.
શ્રી શાહે ભૂતપૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ દ્વારા આતંકવાદીઓ પાકિસ્તાનના હોવાના પુરાવા માંગવા બદલ અને પાકિસ્તાનને ક્લીનચીટ આપવા બદલ ટીકા કરી હતી.
ઉપરાંત કોંગ્રેસ, DMK, શિવસેના, TMC સહીતના પક્ષોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
Site Admin | જુલાઇ 30, 2025 10:00 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈ પણ વિશ્વ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર બંધ કરવા કહ્યું નથી
