પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વને બતાવી દીધું છે. આ કાર્યવાહીએ દેશમાં આત્મવિશ્વાસની નવી ભાવના જગાવી છે. તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે ચોલ રાજા રાજેન્દ્ર ચોલા-પ્રથમની જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં સંબોધતા તેમણે વાત કહી હતી.પ્રધાનમંત્રીએ આગામી સમયમાં ચોલ સમ્રાટ રાજરાજા ચોલા અને રાજેન્દ્ર ચોલા- પ્રથમની ભવ્ય પ્રતિમાઓ બનાવાની પણ જાહેરાત કરી. શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વભરમાંથી પરત લવાયેલી 30થી વધુ પ્રાચીન વસ્તુઓ તમિલનાડુની છે..
Site Admin | જુલાઇ 28, 2025 9:13 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરાશે તો તેનો કેવો જવાબ અપાશે તે ભારતે ઓપરેશન સિંદૂરથી વિશ્વને બતાવી દીધું
