ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 27, 2025 7:15 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અવકાશમાંથી સલામત રીતે પૃથ્વી પર પરત આવેલા ગૃપ કેપ્ટન શુંભાશુ શુક્લા પર દેશને ગર્વ છે. આજે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમમાં શ્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું ઓગસ્ટ 2023 માં ચંદ્રયાન 3 ના સફળ ઉતરણથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધી છે. બાળકોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલા ઇન્સપાયર-માનક અભિયાન હેઠળ દરેક શાળામાંથી પાંચ બાળકોની પસંદગી કરાય છે. આ દરેક બાળકો નવા વિચાર સાથે આવે છે. અત્યાર સુધી લાખો બાળકો આ અભિયાનમાં જોડાવવા અંગે શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો.
શ્રી મોદીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો.
શ્રી મોદીએ આગામી દિવસોમાં આવતા તહેવારો અંગે પણ લોકોને શુભેચ્છાઓ પાઠવી.