ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 26, 2025 8:00 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવની રાજધાની માલેમાં આયોજિત 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ ઉજવણીમાં શ્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉજવણીની શરૂઆત માલદીવ સંરક્ષણ દળો દ્વારા 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનરથી થઈ હતી. એક શાનદાર લશ્કરી પરેડમાં દેશની શક્તિ, શિસ્ત અને એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી મોદીએ માલદીવને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ, પ્રધાનમંત્રી માલદીવની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ જવા રવાના થયા.
આ અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-માલદીવ મિત્રતાના મુખ્ય આધારસ્તંભો પર ચર્ચા કરી, જેમાં માળખાગત સુવિધા, ટેકનોલોજી, આબોહવા પરિવર્તન, ઉર્જા વગેરે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગથી તેમના લોકોને ઘણો ફાયદો થયો છે અને બંને દેશો આગામી વર્ષોમાં તેમની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે આતુર છે.
અન્ય એક બેઠકમાં, પ્રધાનમંત્રી મોદીએ પીપલ્સ મજલિસના અધ્યક્ષ અબ્દુલ રહીમ અબ્દુલ્લા સાથે ચર્ચા કરી.
પ્રધાનમંત્રી મોદીએ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને પણ મળ્યા. તેમજ માલદીવના વિવિધ રાજકીય પક્ષોના સભ્યો સાથે પણ મુલાકાતો કરી. શ્રી મોદીએ કહ્યું કે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની ભાગીદારી ભારત-માલદીવની મજબૂત અને સમયની કસોટી પામેલી મિત્રતા માટે દ્વિપક્ષીય સમર્થનને રેખાંકિત કરે છે.