પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને પરિપૂર્ણ કરતી આ અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મેરઠ-લખનઉ, મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઈલ એમ ત્રણ રૂટ પર દોડશે. જેનાથી ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોને હાઇ સ્પીડના વિશ્વસ્તરીય માધ્યમોની સુવિધા મળશે. આ ટ્રેનોથી પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ધંધાદારીઓ અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે રેલવે સેવાના નવા ધોરણની શરૂઆત થશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મેરઠ અને લખનઉ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસમાં આઠ કોચ હશે અને મુસાફરીમાં લગભગ 7 કલાક 15 મિનિટનો સમય લાગશે.
દરમિયાન ચેન્નાઈના અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ચેન્નાઈ એગમોર અને નાગરકોઈલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના સંચાલનથી ત્રિચી, મદુરાઈ, ડિંડીગુલ અને તિરુનેલવેલી સહિતના મુખ્ય ઔદ્યોગિક, વેપાર અને પ્રવાસન કેન્દ્રો વચ્ચે સંપર્ક વધશે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે
