પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી માલદીવના અન્ય મહાનુભાવોની સાથે પણ બેઠક કરી રહ્યા છે. માલદીવ આજે તેનો 60મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમારોહમાં ‘ગેસ્ટ ઓફ ઓનર’ હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે.
