ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 26, 2025 10:03 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના ખાસ આમંત્રણ પર શ્રી મોદી માલદીવની મુલાકાતે છે. શ્રી મુઇઝુએ ગઈકાલે તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે, શ્રી મુઇઝુએ શ્રી મોદીને ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મુઇઝુએ શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોનો બન્યા રહેશે. શ્રી મુઇઝુએ કહ્યું હતું કે ભારત લાંબા સમયથી માલદીવનો સૌથી નજીકનો અને સૌથી વિશ્વસનીય મિત્ર રહ્યો છે અને બંને દેશો વચ્ચે સુરક્ષા, વેપાર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સહયોગ છે.