પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે. યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરિન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં તુતીકોરિન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડિંગ, સેઠિયાટોપ્પુ-ચોલાપુરમનું ચાર લેનિંગ, તુતીકોરિન બંદર રોડનું છ લેનિંગ, મદુરાઈ-બોદિનાયકનુર રેલ્વે લાઇનનું વીજળીકરણ અને નાગરકોઇલ-કન્યાકુમારી સેક્શનનું ડબલિંગ શામેલ છે.
શ્રી મોદી કૂડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટમાંથી વીજળીની નિકાસ માટે આંતર-રાજ્ય પ્રણાલીનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીના ગંગઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવથીરઈ મહોત્સવ સાથે મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા-પ્રથમની જન્મજયંતિ ઉજવણીમાં પણ ભાગ લેશે.
Site Admin | જુલાઇ 26, 2025 10:02 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
