પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, ભારતીય સમુદાયના અનુરાગ અને ભારતના વિકાસ માટે તેમનો ઉત્સાહ હૃદયસ્પર્શી છે.
શ્રી મોદીએ કહ્યું, તેમના પ્રવાસથી ભારત અને બ્રિટનના આર્થિક સંબંધ વધુ ગાઢ બનશે. તેમજ ભારતીય નાગરિકો માટે વિકાસ, સમૃદ્ધિ અને રોજગારની નવી તકનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક વિકાસ માટે બંને દેશ વચ્ચે મજબૂત સંબંધને આવશ્યક ગણાવ્યા.
બીજી તરફ, પ્રધાનમંત્રી મોદી આજે લંડનમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે વાતચીત કરશે. તેમની વાતચીત મુખ્ય રીતે બંને દેશના વ્યૂહાત્મક સંબંધને નવી ગતિ આપવા પર કેન્દ્રીત હશે. તેમના પ્રવાસનો ઉદ્દેશ સંરક્ષણ, વેપાર અને ટેક્નોલૉજી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવાનો છે. દરમિયાન બંને દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર પણ હસ્તાક્ષર કરાશે.
Site Admin | જુલાઇ 24, 2025 3:43 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર માન્યો – આજે બ્રિટનના પ્રધાનમંત્રીને મળશે.
