પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે. આ વાતચીત લંડનથી 50 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે યોજાશે. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં નવી ગતિ લાવવા પર વ્યાપક વાટાઘાટો કેન્દ્રિત થવાની અપેક્ષા છે.પ્રધાનમંત્રી મોદી સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વિસ્તૃત કરવા માટે ગઈકાલે રાત્રે બે દિવસની મુલાકાતે યુનાઈટેડ કિંગડમ પહોંચ્યા હતા. શ્રી મોદીની મુલાકાતનું મુખ્ય પરિણામ ભારત-બ્રિટન મુક્ત વેપાર કરારનું ઔપચારિકરણ થવાનું છે.
Site Admin | જુલાઇ 24, 2025 9:29 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે