ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 23, 2025 7:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ જવા રવાના-મુક્ત વેપાર કરારો અંગે વાતચીત કરશે

ભારત-યુકે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તાવાર મુલાકાતે યુનાઇટેડ કિંગડમ જઈ રહ્યા છે. યુકેમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ કુમાર દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેમણે ઉમેર્યું હતુંકે ભવિષ્યમાં મુક્ત વેપાર અંગેના કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે અને બંને અર્થવ્યવસ્થા પર તેની સકારાત્મક અસર પડશે. તેને મહત્વાકાંક્ષી દસ્તાવેજ ગણાવતા, શ્રી દોરાઈસ્વામીએ કહ્યું કે મુક્ત વેપાર કરાર ભવિષ્યવાદી વસ્તુઓ પર વધુ કેન્દ્રિત નવી ભાગીદારીનું નિર્માણ કરશે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી બંને દેશો વચ્ચેના સંબંધો પ્રત્યે ખૂબ જ કટિબદ્ધ છે અને તેને આગળ વધારવા માંગે છે.કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાત અંગે શ્રી દોરાઈસ્વામીએ કહ્યું કે શ્રી મોદી અને રાજા વચ્ચે ઘણી સમાનતાઓ છે જેમાં સર્વાંગી સ્વાસ્થ્ય અને પર્યાવરણનો સમાવેશ થાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જુલાઈએ કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે.